BANASKANTHAPALANPUR

જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર ના એન.એસ.એસ .વિભાગ દ્વારા “સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ઉજવણી”

10 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આજ રોજ જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર ના એન.એસ.એસ .વિભાગ દ્વારા તારીખ ૧૦/૦૧/૨૦૨૫ ના રોજસ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ઉજવાઇ હતી જેમાં “રાષ્ટ્રીય યુવા દિવસ “નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોલેજના 13 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને “સ્વામી વિવેકાનંદના જીવનના પ્રેરક પ્રસંગો અને વિવેકાનંદની વિચારધારાને અનુરૂપ વકૃત્વ આપ્યું હતું. આ દિવસની ઊજવણી નો મુખ્ય હેતુ આજના સમયમાં તેમના વિચારો ઉજાગર થાય અને નવી પેઢીના જીવનમાં તેનું અનુકરણ થાય.આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિધાર્થીઓ માંથી પ્રથમ, દ્વિતીય,અને તૃતીય નંબરે આવનારાને પુરસ્કૃત ઈનામ આપી અને ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહક ઇનામ આપવામા આવ્યાહતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના પ્રિ. ડૉ.એસ.જી.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિજયભાઈ પ્રજાપતિ અને ડૉ. પ્રતીક્ષા પરમારે કર્યું હતું.

Back to top button
error: Content is protected !!