DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદમાં જાલત નાકા ફળીયા પ્રાથમિક શાળા ખાતે ૦૭ દિવસીય શિબિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

તા.૦૭.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં જાલત નાકા ફળીયા પ્રાથમિક શાળા ખાતે ૦૭ દિવસીય શિબિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદના કૃષિ ઈજનેરી પોલીટેકનીકના NSS યુનિટ અને કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, ગોધરા દ્વારા ૦૬.૦૩.૨૦૨૬ થી ૧૨.૦૩.૨૦૨૬ દરમિયાન યોજાનાર જાલત નાકા ફળીયા પ્રાથમિક શાળા ખાતે ૦૭ દિવસીય ખાસ શિબિરનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારંભ નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ, આણંદ કૃષિ યુનીવર્સીટી, આણંદનાં માર્ગદર્શન હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું ઉદ્ઘાટન જાલત નાકાફળીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સુરેશચંદ્ર જાટવા દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાશાખા અધ્યક્ષ ડૉ. શ્રીમૂર્તિ શ્રીવાસ્તવ અને ટીમ હાજર રહ્યા હતા. આ દરમ્યાન NSS સ્વયંસેવકોના ઉદ્દેશ્ય અને ભૂમિકા વિશે માહિતી-મહત્વની જાણકારી આપવા સાથે માર્ગદર્શન આપવામાં આવી હતી. NSS સ્વયંસેવકોને NSS નેતૃત્વના ગુણો વિકસાવવામાં, નાગરિક ભાવના વધારવામાં અને સમુદાયની સમસ્યાઓ ઉકેલવામાં વ્યવહારુ અનુભવ પ્રદાન કરવામાં મદદ કરે એ આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. NSS સ્વયંસેવકોની ફરજો, વ્યક્તિગત તાલીમ, વલણ તાલીમ અને વર્ગખંડથી સમુદાય પ્રથા જેવા વિશેષ વિષયો પર વધુ ભાર મુકવામાં આવ્યો હતો

Back to top button
error: Content is protected !!