સરદાર પટેલ યુનિવર્સિટી ખાતેકૃષિ વ્યવસાય યોજના અંતર્ગત તાલીમ કેન્દ્રનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

સરદાર પટેલ યુનિવર્સિટી ખાતેકૃષિ વ્યવસાય યોજના અંતર્ગત તાલીમ કેન્દ્રનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
તાહિર મેમણ – આણંદ – 29/01/2026 – સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત ‘કૃષિ ક્લિનિક અને કૃષિ વ્યવસાય યોજના’ અંતર્ગત તાલીમ કેન્દ્રનો ઉદઘાટન કાર્યક્રમ રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
ખેતરમાંથી સીધું વેચાણ કરતા ખેડૂતો અને નાના વ્યવસાયકારો પણ આજે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. આ બદલાતું ‘નવું ભારત’ છે.
મંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા ખેડૂતોના ઉત્સાહને બિરદાવતા કહ્યું કે, મહિલાઓ માત્ર ખેતી જ નથી કરતી, પરંતુ ઘરના જટિલ સંચાલનની સાથે કૃષિ વ્યવસાયમાં પણ પોતાની કુશળતા સાબિત કરી રહી છે. ‘ડ્રોન દીદી’ અને ‘લખપતિ દીદી’ જેવી યોજનાઓ મહિલાઓની ક્ષમતાને નવા આયામો આપશે.
રાસાયણિક ખેતીથી વધતા જતા કેન્સર જેવા રોગો સામે ચિંતા વ્યક્ત કરી પ્રાકૃતિક ખેતી (Natural Farming) અપનાવવા પર ભાર મૂકતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે ભવિષ્યમાં જેની પાસે કૃષિ જમીન હશે, તે જ સૌથી મોટો ઉદ્યોગપતિ ગણાશે.
તેમણે તાલીમાર્થીઓને અનુરોધ કરતા જણાવ્યું કે એગ્રી-બિઝનેસમાં વિપુલ તકો રહેલી છે. આ તાલીમ દ્વારા યુવાનો સ્વરોજગારી મેળવીને દેશના આર્થિક વિકાસમાં ભાગીદાર બનશે.





