NAVSARIVANSADA

વાંસદા તાલુકા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખપદે દિપ્તીબેન પટેલ બિનહરીફ ચૂંટાયા ..

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ- વાંસદા

અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખપદે દિપ્તીબેન પટેલ અને ઉપપ્રમુખપદે માધુભાઇ પટેલની બિનહરીફ વરણી કરાઇ હતી. વાંસદા તાલુકા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખપદે દિપ્તીબેન પરેશભાઇ પટેલ અને ઉપપ્રમુખપદે માધુભાઇ પટેલની બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી તેઓને વધાવી લીધા હતા.

આ પ્રસંગે ગુજરાત ભાજપ મંત્રી શીતલબેન સોની, જિલ્લા મહામંત્રી અશ્વિનભાઇ પટેલ, ગણપતભાઇ માહલા, ગુજરાત રાજ્યના આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ, વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ, મહામંત્રી રાકેશભાઈ શર્મા, સંજયભાઈ બિરારી અને વાંસદા તાલુકા ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા. પ્રમુખપદે વરાયેલા દિપ્તીબેન પટેલે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ નવસારી જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહના માર્ગદર્શન હેઠળ જીત મેળવી હોવાનું અને આગામી સમયમાં લોકોના હિતમાં કામ કરવાનું જણાવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!