નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૪૭૫.૦૭ કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*આજે નવસારી મહાનગરપાલિકાના રૂ.૨૦૫.૦૭ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે*
*જેટિંગ–સક્શન મશીનો, ટિપર્સ, ઇ-વેહિકલ્સ તથા જાહેર પરિવહનની ૧૨ બસોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે લીલી ઝંડી અપાશે*
નવસારી, તા.૨૪: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા.૨૫મી નવેમ્બરના રોજ નવસારી જિલ્લામાં રૂ.૪૭૫.૦૮ કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેમાં સાંજે ૦૪.૩૦ કલાકે નવસારી મહાનગરપાલીકા ટાઉન હોલ, પ્રતિક્ષા સોસાયટી, નવસારી ખાતે નવસારી મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે કુલ રૂપિયા ૨૦૫.૦૭ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.
મુખ્યમંત્રીના હસ્તે થનાર લોકાર્પિત થનારા કામો જોઈએ તો રૂ. ૫.૪૧ કરોડના ખર્ચે જેટિંગ–સક્શન મશીનો, ટિપર્સ, ઇ-વેહિકલ્સ તથા જાહેર પરિવહનની ૧૨ બસો જેવા સેવા સશક્તિકરણના કામોનો સમાવેશ થાય છે, જ્યારે ખાતમુહૂર્ત અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ હેઠળ અંદાજીત રૂ.૬.૧૨ કરોડના ખર્ચે મિથિલાનગરી બ્રિજ બનાવવાની કામગીરી, રૂ. ૩૮.૦૭ કરોડના ખર્ચે નવસારી રેલ્વે સ્ટેશન પર આવેલ ઓવર બ્રીજનાં થર્ડ એપ્રોચ બીજ બનાવવાની કામગીરી, રૂ.૬ કરોડના ખર્ચે રેલ્વે સ્ટેશન ફૂટ ઓવર બ્રિજ બનાવવાનું કામ, રૂ.૯.૨૯ કરોડના ખર્ચે મલ્ટી-લેવલ પાર્કિંગ અને બસ ડેપો બનાવવાની કામગીરી, ૩.૧૩ કરોડના ખર્ચે હેરિટેજ પ્રીસિન્ક્ટ ડેવલોપમેન્ટનું કામ, ૧.૩૦ કરોડના ખર્ચે શાંતાદેવી માર્કેટ બનાવવાની કામગીરી, ૦.૭૩ કરોડના ખર્ચે શહેરનું નવું સિવિક સેન્ટર, ૧.૮૯ કરોડના ખર્ચે હાંસાપોર ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ, ૩.૭૬ કરોડના ખર્ચે કબીલપોર લેક ડેવલપમેન્ટ કરવાની કામગીરી, ૦.૩૦ કરોડના ખર્ચે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ લાગવાની કામગીરી, ૧.૭૫ કરોડના ખર્ચે સ્ટોર્મડ્રેઇન નેટવર્કનુ કામ, ૧.૫૮ કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ સંપ બનાવવાની કામગીરી તથા ૧.૭૩ કરોડના ખર્ચે સોલાર પેનલ્સ લગાવવાની કામગીરી, ૨.૫૦ કરોડના ખર્ચે નવીન પમ્પીંગ સ્ટેશન બનવવાની કામગીરી જેવા શહેરસ્તરીય કાર્યોનો સમાવેશ થાય છે.
વધુમાં નવસારી મહાનગરપાલિકામાં નવીન સમાવિષ્ટ ચાર ગામોમાં રૂ.૪૬.૭૨ કરોડના ખર્ચે હાંસાપોર–દાંતેજ–ધારાગીરીમાં ડ્રેનેજ અને વોટર સપ્લાય નેટવર્ક નાખવાની કામગીરી તથા રૂ.૬૫.૪૭ કરોડના ખર્ચે એરુ ગામમાં ડ્રેનેજ અને વોટર સપ્લાય નેટવર્ક નાખવાની કામગીરીનાં મહત્વના કામોનું ખાતમુર્હત કરવામાં આવશે.જે નવસારી શહેર અને જોડાયેલા ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે.
બોક્સ :– નવસારી જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત અંતર્ગત આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ₹૯૩.૯૩ કરોડના કુલ ૧૨ લોકાર્પણ અને માટે ₹૩૮૧.૧૫ કરોડના ૨૬ કામોના ખાતમૂહુર્ત મળી સમગ્ર જિલ્લામાં કુલ ૩૮ કામો માટે કુલ ₹૪૭૫.૦૮ કરોડના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે.
વિગતવાર જોઇએ તો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, નવસારીના ₹૫.૧૬ કરોડના ખર્ચે ૦૪ કામો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ₹૮૨.૦૭ કરોડના ખર્ચે બનાવેલ અધ્યતન સુવિધાયુક્ત બસડેપો, કાર્યપાલક ઈજનેરની કચેરી,ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લી.સુરતના ૧૬.૬૪ કરોડના ખર્ચે ૦૧ કામ, કાર્યપાલક ઇજનેરની કચેરી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારીના ₹૧૬૬.૧૫ કરોડના ખર્ચે ૦૫ કામો અને નવસારી મહાનગરપાલિકાના ₹૨૦૫.૦૭ કરોડના ખર્ચે ૨૭ કામોનુ આજે લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાશે.





