
કેશોદ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદગ્રહણ સમારોહ નું આયોજન ન્યૂ ભારત કોમ્યુનિટી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસ શહેર પ્રમુખ ભરતભાઈ લાડાણી તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ ડાંગર નું ફુલહાર તેમજ શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હિરાભાઇ જોટવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમા, કોંગ્રેસ અગ્રણી ખડિયા બાપુ, પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ધૂળા, તેમજ આ પ્રસંગે જિલ્લા ના આગેવાનો શ્રી ઓ તાલુકા શહેર મથક ના આગેવાનો તેમજ ચુંટાયેલા હોદેદારો તેમજ કોંગ્રેસ ના આગેવાનો, કાર્યકરો બહોળો સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા
સમારોહ ઉત્સાહપૂર્ણ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






