BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: નગરપાલિકામાં 10 તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ, સરકારની અલગ અલગ સેવાઓનો સ્થળ પર લાભ અપાયા

સમીર પટેલ, ભરૂચ

રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે અને સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ,મમતાકાર્ડ,પેન્શનની સમસ્યાઓ,વિધવા સહાય,આવકનો દાખલો, પ્રોપર્ટી કાર્ડ અને જન્મ મરણના દાખલાઓ વિગેરે સેવાઓ એકજ સ્થળ પરથી મળી રહે તે હેતુસર ભરૂચ નગરપાલિકા કક્ષાએ ભરૂચ નગરપાલિકાના પટાંગણમાં ખાતે વોર્ડ નંબર 1,2,3,4,9,10 નો 10 તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

શુભારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને કલેકટર તુષાર સુમેરા,જિલ્લા પંચાયત ડીડીઓ, પાલિકા પ્રમુખ,મુખ્ય અધિકારી અને સભ્યો અને કર્મીઓની હાજરીમાં શુભારંભ કરાયો હતો.જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજુઆતોનો કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવનાર છે.

Back to top button
error: Content is protected !!