ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજમાં મગફળી ખરીદ કેન્દ્રનો પ્રારંભ – તાલુકામાં કુલ 734 ખેડૂતોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન,ખેડૂતોમાં આનંદની લાગણી

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં મગફળી ખરીદ કેન્દ્રનો પ્રારંભ – તાલુકામાં કુલ 734 ખેડૂતોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન,ખેડૂતોમાં આનંદની લાગણી

અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આજે મગફળી ખરીદી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો. જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ રાજ્યસભાની સભ્ય રમીલા બારા દ્વારા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ખરીદી કેન્દ્રના પ્રારંભ સાથે જ તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તાલુકામાં કુલ 734 ખેડૂતોએ મગફળી વેચાણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.કેન્દ્ર ખાતે માપણી, તોલકાંટા, સ્ટોરેજ અને પરિવહન જેવી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આવતીકાલથી ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે.મગફળી ખરીદની પ્રક્રિયા ટેકાના ભાવે થશે, જેથી ખેડૂતોને યોગ્ય કિંમત મળી શકે. સ્થાનિક કૃષિ વિભાગના અધિકારીઓ તથા સહકાર વિભાગના પ્રતિનિધિઓ પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા.ખેડૂતોનું માનવું છે કે સરકાર દ્વારા ખરીદ કેન્દ્ર શરૂ થવાથી તેમના પાકને યોગ્ય ભાવ મળશે અને મહેનતનું યોગ્ય ફળ પ્રાપ્ત થશે.જોકે તાલુકામાં પહેલા દિવસે એક પણ ખેડૂત ટેકાના ભાવે મગફળી લઈ ને વેચાણ અર્થ એ પહોંચ્યો ન હતો, બીજી તરફ સેન્ટર પર પહેલા દિવસે 10 ખેડૂતોને જાણ કરવામાં આવી હતી પરંતુ એક પણ ખેડૂત મગફળી લઈને સેન્ટર ખાતે પહોંચ્યો ન હતો. ઉલ્લેખનીય એ છે કે ખેડૂતે પોતાની મગફળી નું રજીસ્ટ્રેશ કરાવેલ છે અને જે ખેડૂતોને જાણ કરવામાં આવ્યા ના સાત દિવસની અંદર પોતાનો પાક ટેકાના ભાવે વેચાણ અર્થેએ ખરીદ કેન્દ્ર પર લઈને આવવાનો રહેશે નહિતર સાત દિવસ બાદ રજિસ્ટ્રેશ આપોઆપ કેન્સલ થઈ જશે તેવું જાણવા મળ્યું હતું

 

Back to top button
error: Content is protected !!