GUJARATJUNAGADHKESHOD

કેશોદ રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસ સ્પર્શમાં કેશોદનું ગૌરવ વધારતો રઘુવંશી

કેશોદ રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસ સ્પર્શમાં કેશોદનું ગૌરવ વધારતો રઘુવંશી

કેશોદનાં આંબાવાડી વિસ્તારમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓનાં સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધોરણ નવ થી કૉલેજ અને વિશિષ્ઠ ડીગ્રી એલ.એલ. બી.સી.એ એન્જિનિયરિંગ, બીએડ નાં 710 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી આ તકે દરેક મહેમાનનું સ્વાગત પુષ્પગુચ્છ અને રૂમાલ અર્પણ કરી કરવામાં આવ્યું હતું . આ તકે કેશોદ આઝાદ ક્લબના ટ્રસ્ટી હરીશભાઈ ચાદ્વાણી તરફથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસ રમેલ તેની વિશિષ્ઠ સિદ્ધિ બદલ સોશ્યલ ગ્રુપ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન Dysp બી.સી.ઠકકર, જુનાગઢ થી પધારેલ ચેતનાબેન મિશ્રાણી, એડવોકેટ ડી. ડી. દેવાણી તથા લોહાણા ક્રાંતિ સેના પ્રમુખ ડો સ્નેહલ તન્ના દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ સ્પીચ આપવામાં આવેલ હતી. વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્ર સાંગાણી હોસ્પિટલ, ગીફ્ટ જીતુભાઈ દેવાણી તથા જલારામ મંદિર નાં રમેશભાઈ દ્વારા આપવામાં આવેલ આભાર વિધિ સોશ્યલ ગ્રુપ નાં પ્રમુખ મનીષભાઈ રાયચુરા દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મંત્રી દિનેશ કાનાબાર દ્વારા કરવામાં આવ્યું હતું.

રીપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!