વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા તા-૨૮ જૂન : ‘‘ઉજવણી ઉલ્લાસ મય શિક્ષણની’’ ટેગલાઈન સાથે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રથમ દિવસે માંડવીના ધારાસભ્યશ્રી અનીરુધ્ધ્ભાઈ દવેના અધ્યક્ષસ્થાને મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં “શાળા પ્રવેશોત્સવ” કાર્યક્રમ યોજાયા હતા. જેમાં. ભોપા વાંઢ ગામે સરકારી પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કુલ ૨૮ બાળકોને પ્રવેશ મહેમાનો દ્વારા કરાવાયો હતો. ટુંડા ગામે સરકારી પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ ૪૦ બાળકોને પ્રવેશ મહેમાનો દ્વારા કરાવાયો હતો. મોટા કાંડાગરા ગામે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કુલ ૮૦ બાળકો ને પ્રવેશ અપાવ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનીરુધ્ધ્ભાઈ દવેએ જણાવ્યું હતું કે, બાળકોએ દેશનું ભવિષ્ય છે ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી દરેક નાગરિકની છે. સરકારશ્રી દ્વારા દરેક બાળકને શિક્ષણ સાથે અન્ય તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દરેક માતા-પિતા પોતાના બાળકને શાળામાં પ્રવેશ અપાવે તેવી અપીલ તેમણે કરી હતી. આ સાથે ગુજરાત સરકાર ની “નમો લક્ષ્મી” અને “નમો સરસ્વતી” વિદ્યા પ્રોત્સાહક યોજના ની વાલીઓ ને સમજ આપી અને બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય ની શુભેચ્છાઓ આપી હતી. મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોતસાહિત કરાયા હતા.પ્રાથમિક શાળાઓ ખાતે સરકાર શ્રી તરફથી આપવામાં આવેલ સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કર્યું હતું વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરેલ હતો. તેમજ આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કર્યું હતું. ઉપરાંત ખાતે હાજર રહેલા એસએમસીના સભ્યો, આંગણવાડી કાર્યકરો તેમજ ગ્રામ અગ્રણીઓ સાથે એક બેઠક યોજીને વિવિધ મુદ્દે માહિતી મેળવેલ હતી. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહીપત સિહ જાડેજા, જીલ્લા પંચયાત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઇ ગઢવી, જીલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ ગઢવી, તાલુકા ભાજપ મહામંત્રી કિર્તીભાઈ ગોર, તાલુકા પંચયાતના ઉપપ્રમુખ સોમાભાઈ રબારી, તાલુકા પંચાયત એજ્યુકેશન ઓફિસર, બી.આર.સી. સી.આર.સી. કો-ઓર્ડીનેટર અને સ્થાનિક ગામના આગેવાનો સહિતના હાજર રહેલ હતા.