CHHOTA UDAIPURGUJARATNASAVADI
છોટાઉદેપુર જિલ્લાના આત્રોલી અને અથવાલી ગામ પંચાયતમાં ગંદા પાણીના નિકાલ માટે સોકપીટનું લોકાર્પણ
મૂકેશ પરમાર નસવાડી
સ્વચ્છતા હી સેવા 2024,
રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન – ગ્રામિણ દ્વારા આત્રોલી જૂથ ગ્રામ પંચાયતના ઘોઘાદેવ ગામ અને બોડેલી તાલુકાનાં અથવાલી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ગંદા પાણીના વ્યવસ્થાપન માટે બાંઘકામ થયેલ સામુહિક સોકપીટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત બોડેલી તાલુકાનાં અથવાલી ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ગ્રામ પંચાયત ના સદાસ્યશ્રીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યાં.