GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી સીમળગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નવનિર્મિત વન કવચનું કેન્દ્રીયમંત્રીસી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના  સીમળગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી રેંજ સુપા  દ્વારા નવનિર્મિત  વન કવચનું  કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના  હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જલાલપોરના ધારસભ્યશ્રી આર.સી.પટેલ સહિત મહાનુભાવો વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા . આ પ્રસંગે વન કવચની મુલાકાત દરમિયાન મંત્રીશ્રી સી.આર.પાટીલએ વ્રુક્ષારોપણ કરી નવનિર્મિત વન કવચના વિવિધ વ્રુક્ષોના વાવેતરની માહિતી વન વિભાગના આધિકારી પાસેથી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

સુપા રેન્જના સીમળગામમાં ૦૪ હેક્ટર જમીનમાં ૪૦ હજાર રોપા મારફત વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે .  જેમાં ૧૦૭ પ્રજાતિના અલગ અલગ રોપાનું આયોજનબધ્ધ વાવેતર કરવામાં આવ્યુ છે. આજે સિમળગામમા ઉભા કરવામાં આવેલ વન કવચના રોપાને જરૂરી માવજત કરતા હયાત રોપાની ઉંચાઇ વધીને ૧૦થી ૧૫ ફુટ થઇ ગઇ છે. જેમાં ૨૩ પ્રકારના પતંગિયા અને ૩૬ પ્રકારના પંખીઓ આ વન કવચને પોતાના ઘર સ્વરૂપે અપનાવ્યું છે. ગામના લોકો અને સહેલાણીઓ આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે અપનાવી શકશે.

આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે , જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા , નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ   તથા વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!