MORBI:મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલનો ભવ્ય વિજય

MORBI:મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલનો ભવ્ય વિજય
મોરબી શહેર અને વાડી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે સહકારી મંડળી કાર્યરત છે, જેમાં શિક્ષકોને ફિક્સ્ડ ડિપોઝીટ અને લોનની સુવિધાઓ આપવામાં આવે છે, અને દર વર્ષે સાધારણ સભામાં સભાસદોને ભેટ આપવામાં આવે છે,સભાસદોના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવે છે,આ મંડળીના વ્યવસ્થાપક સભ્યોની કાર્યકારણીને પાંચ વર્ષ પૂર્ણ થયા હોય સહકારી ક્ષેત્રના નિયમો,પેટા નિયમોના આધારે ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ જેમાં સહકાર પેનલના ઉમેદવાર અરવિંદભાઈ કાવર શાંતિવન શાળા,અલ્પેશભાઈ કાવર આંબાવાડી તાલુકા શાળા અશ્વિનભાઈ કૈલા ખારીવાડી શાળા સંજયભાઈ કોટડીયા કલ્યાણ ગ્રામ શાળા શૈલેષભાઈ કવાડિયા વિવેકાનંદ કન્યા શાળા સંદીપભાઈ લોરીયા માધાપરવાડી કન્યા શાળા સંદીપભાઈ આદ્રોજા કલ્યાણ (વજે) શાળા હિતેશભાઈ છત્રોલા લખધીરવાસ શાળા વગેરે સહકાર પેનલના ઉમેદવારનો ભવ્ય વિજય થયેલ છે, સહકાર પેનલનો વિજય અપાવવા બદલ તમામ ઉમેદવારાઓ તમામ સભાસદોનો આભાર પ્રકટ કરેલ છે.







