ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે નવી બનેલ બે આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન તેમજ રાત્રી સભાનું આયોજન જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું
ગીર ગઢડા તાલુકા ના ધોકડવા ગામે તાલુકા પંચાયતની મનરેગા યોજના અંતર્ગત તૈયાર થયેલ બે નવી આંગણવાડી નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે નવી બનેલ બે આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન તેમજ રાત્રી સભાનું આયોજન જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું
સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ગીર સોમનાથ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભાના આયોજન કરવામાં આવ્યું હતું
તેમજ ધોકડવા ગામે બનેલ બે આંગણવાડી કેન્દ્ર નું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું
ત્યાર બાદ આહીર સમાજની વાડી ખાતે રાત્રી સભા નું આયોજન કરવામાં આવ્યું હતું
ધોકડવા ગામે તૈયાર થયેલ બે નવી આંગણવાડી નું લોકાર્પણ કરવામાં આવ્યું
ગીર ગઢડા તાલુકા ના ધોકડવા ગામે તાલુકા પંચાયતની મનરેગા યોજના અંતર્ગત તૈયાર થયેલ બે નવી આંગણવાડી નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા કલેટર દિગ્વિજય સિંહ જાડેજા, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મૂછાળ, તા. પં. પ્રમુખ શ્રીમતી ભગવતીબેન સાંખટ, ઉપ પ્રમુખ શ્રીમતી દીવાળીબેન કિડેચા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોધ્રા. ડે. કલેકટર, આલ, પ્રાંત અધિકારી હિરવાણીયા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદી, મામલતદાર વાળા, પી. એસ. આઇ ચૌહાણ તેમજ જિલ્લા ના દરેક વિભાગ ના અધિકારી ઓ અને ગામ લોકો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતાં.
તેમજ ગીર સોમનાથ જિલ્લા કલેકટર એ ગામ લોકોના પ્રશ્નોને સાંભળી અને તેના નિરાકરણ કરી આપવાની ખાતરી પણ આપી હતી
વધુમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે જેણે પણ ગૌચરમાં દબાણો કર્યા છે તેણે વેચાઈ રીતે દબાણ દૂર કરી દેવા જોઈએ તેમજ અધિકારીઓએ અરજદારોના પ્રશ્નો સાંભળી તાત્કાલિક પગલા.ભરવા જોઈએ