ARAVALLIGUJARATMODASA

મોડાસાના અરવલ્લી ચોક રામપાર્ક ખાતે ભગવાન પરશુરામ સર્કલ નો ઉદધાટન કાર્યક્રમ યોજાયો 

અહેવાલ

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ

મોડાસાના અરવલ્લી ચોક રામપાર્ક ખાતે ભગવાન પરશુરામ સર્કલ નો ઉદધાટન કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે અરવલ્લી ચોક રામ પાર્ક પાસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણ કુળ ના આરાધ્ય દેવ પરશુરામ દાદા ના સર્કલ નુ ઉદધાટન ગુજરાત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ભીખુસીહ પરમારની અધ્યક્ષતામા યોજાયો હઓ. મૂર્તિ અનાવરણના દાતા અને ધી એકલિંગજી ક્રેડીટ કો.ઓ.સો.મોડાસા ના ચેરમેન અશોકભાઈ જોષી ના હસ્તે ભગવાન પરશુરામ સર્કલ ખુલ્લુ મુકવામા આવ્યું હતું આ પ્રસંગે મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, કારોબારી અધ્યક્ષ અતુલભાઇ જોશી, સુરેશભાઈ ત્રિવેદી, પૂર્વ કોર્પોરેટર કેતન ત્રિવેદી, લીંભોઈ પૂર્વ સરપંચ હિતેન્દ્રભાઈ જોશી , કમલેશભાઈ જોષી (ચેરમેન),ઉપેન્દ્રભાઈ ત્રિવેદી (મામા) ,જાણીતા એડવોકેટ પ્રદીપભાઈ ઉપાધ્યાય ,રમણભાઈ પ્રજાપતિ ,પૂર્વ પ્રમુખ ફતેસિહ ગાયવાડ,પૂર્વ પ્રમુખ જલ્પાબેન ભાવસાર,તારકભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ, આશિષ ચૌધરી સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ યુવાનો અને શહેરના પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા .વેદોક્ત મંત્રોચ્ચાર અને પરશુરામ દાદા ની આરતી થી સમગ્ર વિસ્તાર જય પરશુરામ ના નાદ થી ગુંજી ઉઠ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન યશવંતભાઈ વ્યાસ અને યુવા અગ્રણી દેવલભાઇ ત્રિવેદી એ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!