
તા.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં શહીદ દિનની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ આપના દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે તેવા વીર શહીદોને યાદ કરીને બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણાએ દેશના વિર સપૂતોને યાદ કરીને અને મહાત્મા ગાંધીજીના નિર્માણ દિન નિમિતે બાળકોને માહિતી આપી હતી. આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે શહીદ દિન અને મહાત્મા ગાંધીજીના નિર્માણ દિન નિમિતે યાદ કર્યા હતા.



