વિદ્યાધામ-ભાગળ(પીં)શાળા સંકુલમાં પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
9 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
વિદ્યાધામ-ભાગળ(પીં)સંચાલિત શ્રી એસ.ડી.એલ શાહ હાઇસ્કુલભાગળ(પીં) માં પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પારંગત બને અને પોતાની સુષુપ્ત શક્તિઓનું આવિષ્કરણ થાય તે હેતુથી 8(આઠ )જેટલી વિવિધ સહઅભ્યાસિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરેલ, આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવેલ વિદ્યાર્થીઓને સ્વયમ વાલી મંડળના સૌજન્યથી શિલ્ડ તથા ભાગ લેનાર 155 બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા.પ્રોત્સાહક ઇનામો મેળવનાર તમામ વિદ્યાર્થીઓને પ્રેરણા આત્મવિશ્વાસ અને માર્ગદર્શન પૂરું પાડવા માટે ગામના સરપંચ શ્રી અનિલભાઈ ચૌધરી, સ્વયમ વાલી મંડળના પ્રમુખશ્રી ભુપતસિંહ રાજપુત અને હોદ્દેદારશ્રી તથા સભ્યશ્રીઓ,શિક્ષકશ્રીઓએ હાજર રહી કાર્યક્રમને દિપાવેલ.તમામ સ્પર્ધામાં ભાગ લીધેલ અને સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને વિદ્યાધામ-ભાગળ(પીં)ના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓ તથા આચાર્ય શ્રી કિરીટ પટેલે સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.




