ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજમાં અવિરત કમોસમી વરસાદ ખાબક્યો — બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ પડતા આંબાવાડી વિસ્તારમાં રસ્તાપર પાણી ભરાયા 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં અવિરત કમોસમી વરસાદ ખાબક્યો — બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ પડતા આંબાવાડી વિસ્તારમાં રસ્તાપર પાણી ભરાયા

મેઘરજ શહેર અને આસપાસના વિસ્તારોમાં અવિરત કમોસમી વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. ખાસ કરીને આંબાવાડી વિસ્તાર રસ્તા પર પાણી ભરાતા રહેવાસીઓને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અચાનક વરસેલા વરસાદથી માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમી ગતિએ ચાલી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમા નીચાણ વાળા વિસ્તારમાં  પણ વરસાદી પાણી ભરાયા છે.મેઘરજમાં છેલ્લા બે કલાકમાં આશરે પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે હજુ વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરતા સાવચેતી રાખવાની અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!