DHROLGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

જામનગરની પ્રસિદ્ધ મહિલા સંસ્થામાં આઝાદી દિવસ ઉજવાયો

 

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે ઉજવાયું ૭૯મું સ્વાતંત્ર્ય પર્વ ———-
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે ૭૯માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે, સંસ્થા ના પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર ના વરદ હસ્તે ધ્વજા રોહણ કરવાં માં આવ્યું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર દ્વારા ઉપસ્થિત સૌ ને રાષ્ટ્રીય પર્વની શુભેરછાઓ પાઠવવામાં આવી. સંસ્થાના કા.મંત્રી પાર્થ પંડ્યા, મુખ્ય હિસાબી અધિકારી શ્રી શામભાઈ,કા.વા. સમિતિ ના સભ્યો, વિભાગીય વડાઓ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રમુખ શ્રીનાં શુભેચ્છા સંદેશ બાદ, દેશભક્તિનાં સૂત્રોચ્ચાર કરવાં માં આવ્યાં હતાં.
આ પ્રસંગે સંસ્થાના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગની દીકરીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!