હાલોલ:લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઈઝ દ્વારા વીર ન્યુ લુક સેન્ટ્રલ સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૮.૨૦૨૪
સમગ્ર દેશભરમાં આજે 78 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ રહી છે તે અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઈઝ દ્વારા હાલોલ ના ગોધરા રોડ પર આવેલ વીર ન્યુ લુક સેન્ટ્રલ સ્કૂલ સ્વતંત્રતા પર્વની ઉજવણી આનંદ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઈઝના પ્રમુખ ચેતન કુમાર ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જ્યારે શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ સારી ઉત્સુક કામગીરી તેમજ પરીક્ષાઓમાં સારા નંબર મેળવેલ હોય અને રમતગમત ક્ષેત્રે વોલીબોલ અને બાસ્કેટબોલની રમતમાં ઉત્સુક કામગીરી કરેલ હોય તેઓને સીલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વીર ન્યુ લુક સ્કૂલના ટ્રસ્ટી મધુ મેડમ તેમજ મનુસર અને લાયન્સ ક્લબના સભ્ય શૈલેષભાઈ ઠાકોર, જતીનભાઈ શાહ, હિરેનભાઈ ભટ્ટ સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.















