GUJARATMEHSANAVIJAPUR

ગુજરાત સમર્પણ આશ્રમ મહુડીમાં ઉત્સાહભેર સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો

ગુજરાત સમર્પણ આશ્રમ મહુડીમાં ઉત્સાહભેર સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડીમાં ૭૮ માં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ગુરુતત્વ આંતરરાષ્ટ્રીય મંચના ડિરેક્ટર શ્રી અંબરીશજી મોડક દ્વારા રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો. હિમાલયન ધ્યાન યોગ પરિવારમાંથી બહુ સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. હિમાલયન ધ્યાનયો ગના 65 દેશોમાં નિ:શુલ્ક ધ્યાન કેન્દ્રો છે જ્યાં કોઈપણ મનુષ્ય જાતિ, ધર્મ લિંગ, ભાષા ના ભેદભાવ વગર ધ્યાન કરવા માટે જઈ શકે છે.તિરંગો લહેરાતાજ ઉપસ્થિત સર્વે ભાઈ બહેન આનંદથી ગદગદિત થઈ ગયા. દેશભક્તિના ગીતો સાથે દેશભક્તિ ના રંગ થી રંગાઈ ગયા. રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવ્યું. શ્રી અંબરીશ જી દ્વારા રાષ્ટ્ર માટે પોતાનું યોગદાન આપવા માટે આહવાન કરવામાં આવ્યું. તે માટે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન અથવા કોઈપણ રાષ્ટ્રહિતના કાર્ય સાથે જોડાવાનું આહવાન કરવામાં આવ્યું. આમ અત્યંત ઉત્સાહભેર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!