હાલોલ પંથકમા 78 માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી આન,બાન, શાન,થી કરાઇ હતી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૮.૨૦૨૪
હાલોલ નગર સહીત તાલુકામાં 78 માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી આન,બાન, શાન,થી રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમજ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર જવાનોને યાદ કરી કરવામાં આવી હતી.હાલોલ તાલુકા કક્ષાનો 78માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી હાલોલ તાલુકાના પ્રતાપપુરા ખાતે આવેલ પીએમ શ્રી મોડલ સ્કૂલ ખાતે હાલોલ મામલતદાર પી.બી.ગોહિલ ની અધ્યક્ષતામાં તેમજ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતીમાં યોજાયો હતો.આ પ્રસંગે તેમને રાષ્ટ્ર ઘ્વજને ફરકાવતા દેશ વીર જવાનો ને યાદ કરી સ્વાતંત્રતા પર્વનો મહિમા જણાવતા કહ્યું હતું કે, આઝાદીની આહલેકમાં ગુજરાતની ભૂમિનું અદકેરું પ્રદાન રહ્યું છે.મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ,વીર સાવરકર,શ્યામજીકૃષ્ણ વર્મા જેવા અનેક સ્વાતંત્ર્યવીરોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો છે. આજે આપણે 78 માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે તેમના યોગદાનને ગૌરવ પૂર્વક યાદ કરી પર્વની ઉજવણી કરીએ તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે તાલુકાના સરકારી કર્મચારીઓ તેમજ તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જયારે હાલોલ મામલતદાર કચેરી ખાતે હાલોલ મામલતદાર પી,બી. ગોહિલ એ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મામલતદાર કચેરી ના કર્મચારીઓ સહિત નગરજણો ઉપસ્થિત રહ્યા હતા.હાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ધ્વજ ફરકાવામાં આવ્યો હતો.જયારે હાલોલ નગર પાલીકા ખાતે પાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની ઉપસ્થિતીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાલીકા કર્મચારી પંકજભાઈ એ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી.જ્યારે હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ કુમાર શાળા ખાતે પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ હતી જેમાં પંચમહાલ સહકારી સંઘના ડિરેક્ટર અને કજંરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિહજી પરમાર દ્વારા ઘ્વજ ફરકાવી ઉજવણી કરાઇ હતી.આ ઉપરાંત હાલોલ નગર ની તમામ શાળામાં 78 માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી આન,બાન, શાન,થી રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમજ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર જવાનોને યાદ કરી કરવામાં આવી હતી.











