ચોરીની બાઈક સાથે વેજલપુર પોલીસે વેજલપુરના જ એક આરોપીને ઝડપી પાડયો.
તારીખ ૧૯/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એલ.કામોળને બાતમી મળી હતી કે વેજલપુર ઘુસર રોડ પર રહેતો સુફીયાન ઉર્ફે નિઝામ ટપ નેનો વેજલપુર કાંકણપુર પો.સ્ટે વિસ્તારના ટુવા ગામ પાસેથી નંબર પ્લેટ વગરની ચોરાયેલી સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને તેના ઘરેથી વેજલપુર બજાર તરફ નિકળ્યો હતો વેજલપુર સુરેલી સર્કલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન બાતમીવાળી એક મોટર સાયકલ ઈસમ લઈને પોહચ્યો હતો તેની પાસે મોટરસાઈકલના દસ્તાવેજો માંગ્યા તો જાણવા મળેલ કે તેની પાસે કોઈ આધાર પુરાવા નથી પોકેટકોપ અને ઇ-ગુજકોપમાં નો એન્જીન અને ચેચીસ નંબર સર્ચ કરતાં વાહન માલિકનું નામ નટવરસિંહ અંબાલાલ પરમાર રહે.કાંકણપુર જે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં આવતા ચોરીની ફરિયાદ નોંધી તપાસ કરતાં કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ચોરી નો ગુનો નોંધાયેલ હોઈ જેથી પકડાયેલ મોટર સાઇકલ મુદ્દામાલ સાથે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વેજલપુર ગામના સુફીયાન ઉર્ફે નિઝામ ફારૂક ટપ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.