રાજ્ય સરકારના મહિલા , બાળ વિકાસ અને કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત “નારી વંદન” કાર્યક્રમ અંતર્ગત સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ – કેશોદ ખાતે જૂનાગઢ જિલ્લા નાં મહિલા અને બાળ વિકાસ એકમ દ્વારા 181 અભયમ ની કેશોદ ની ટીમ દ્વારા બેટી બચાવો , બેટી પઢાઓ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં 181 અભયમ નાં કાઉન્સેલર ભાવનાબેન મોભેરા તથા પોલીસ કોન્સ્ટેબલ ગરચર મેડમ દ્વારા શાળાની વિધાર્થીનીઓને 181 ની સેવા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તેમજ નારી સુરક્ષા અંગે સરકારની વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે મેળવી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે નારી સુરક્ષા અંગે જાગૃત બનવા અંગેના સૂચનો આપવામાં આવ્યા હતા.અને છેલ્લે આ અંગે પ્રશ્નોતરી યોજેલ હતી.કાર્યક્રમ માં શાળાના આચાર્યશ્રી , શિક્ષકો તેમજ શાળાની વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ ની શરૂઆત માં સ્વાગત પ્રવચન શાળા ના શિક્ષક ડી.પી.કરમટા દ્વારા આપવામાં આવ્યું હતું.અને આભાર વિધિ શાળાના શિક્ષક એમ.પી.કરમટા દ્વારા કરવામાં આવી હતી. તેમ શાળાના શિસ્ત સમિતિની અધ્યક્ષ ડી.પી.કરમટા ની યાદીમાં જણાવવામાં આવ્યું
બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ