ગાયત્રી પરિવાર તથા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર ખાતે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરાયું
24 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગાયત્રી પરિવાર તથા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર ખાતે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરાયું. ગાયત્રી પરિવાર અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુરના ભૌતિકશાસ્ત્ર વિભાગ અને ગણિતશાસ્ત્ર વિભાગ ખાતે તા. 23/09/2025 ના રોજ બપોરે 12.00 થી 1.00 વાગ્યા દરમિયાન બી.કોમ. તથા બી.એસ.સી ના વિદ્યાર્થીઓ માટે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 134 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન થયા જેમાંથી 105 જેવા વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.તેમજ 64 ભાસ્કર બુક અને 70 દર્પણ બુક નું વિતરણ થયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રા.હરેશ ચૌધરી, ડૉ .ધ્રુવ પંડ્યા, ડૉ. હરેશ ગોંડલિયા, શ્રી મહેશભાઈ બોડાત,શ્રી અલ્કેશભાઈ, ગાયત્રી પરિવાર માંથી શ્રી દિનેશભાઈ સોની,શ્રી હેતલબેન સોની અને હર્ષાબેન દવેનો સહયોગ મળ્યો હતો. તેમજ ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર વિભાગના વડા તથા પ્રિન્સિપાલશ્રીએ પરોક્ષ રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમનું માટે રજિસ્ટ્રેશન,ભાસ્કર અને દર્પણ બુક વિતરણ તથા પરીક્ષાનું સફળ સંચાલન ભૌતિકશાસ્ત્ર વિભાગના સહાયક પ્રા. સાગર નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.