ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પદ્મવિભુષણ મોન્ટેક્સિંઘ આહલુવાલીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પદ્મવિભુષણ મોન્ટેક્સિંઘ આહલુવાલીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
રાજપીપળા : જુનેદ ખત્રી
વિખ્યાત અર્થશાસ્ત્રી અને ભારતના આયોજનપંચના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ નાણાસચિવ પદ્મવિભુષણ મોન્ટેક્સિંઘ આહલુવાલીયાએ નર્મદા જિલ્લાના એકતાનગર સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદાર વલ્લભભાઇ પટેલને ભાવાંજલી અર્પી અને વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા. મુલાકાત વેળાએ પ્રતિમાના નિર્માણ અંગેની એક ફિલ્મનં નિદર્શન પણ તેઓશ્રીએ કર્યૂ હતુ.
સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની તેમણે મુલાકાત લીધી હતી, જ્યાં ભારતની સ્વાતંત્ર્ય ગાથા ગુલામીથી સ્વાતંત્ર્ય સુધીની સફર, ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાન અંગે માહિતગાર થયા હતા.
મુલાકાત બાદ મોન્ટેકસિંઘે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે,સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજની મુલાકાત અદભુત રહી છે, સરદાર પટેલે આઝાદીમાં અને તે બાદ આ દેશ ને અખંડ બનાવવા માટે મહત્વની ભુમિકા ભજવી હતી, અને અહીંયા શ્રી સરદાર પટેલનું વૈશ્વિક કક્ષાનું સ્મારક જોઈને હું ખુશ થયો છું, પ્રદર્શન કક્ષમાં સરદાર પટેલની ભૂમિકા ખુબ ઉત્તમ રીતે વર્ણવી છે, આ પ્રોજેકટમાં સામેલ થયેલા તમામને હું અભિનંદન આપું છું.