BANASKANTHAGUJARATPALANPUR

સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ -2025

20 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ -2025 જાહેરાત ક્રમાંક નંબર 07/2024 અન્વયે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એસ કે મહેતા હાઇસ્કુલ, જગાણા, તા-પાલનપુર, જી- બનાસકાંઠા ખાતે ચાલી રહ્યું છે. ડેટા વેરિફિકેશન કાર્યક્રમ અંતર્ગત જેમાં આજરોજ માનનીય જિલ્લા શિક્ષણાધકારી ડૉ. હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ અને ભરતી નોડલ અધિકારી શ્રી કરસનભાઈ પઢાર અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ટીમ દ્વારા ઉમેદવાર શ્રીમતી દક્ષાબેન ભુરાભાઈ ચૌધરી સગર્ભા અવસ્થાના છેલ્લા દિવસો હોવાથી ડોક્ટર દ્વારા તેઓને હાલનચલન ની ના પાડેલ હોઈ વેરિફિકેશન સ્થળ સુધી પહોંચી શકે તેમ ન હોવાથી, તેઓનું તેમની ગાડીના પાર્કિંગ સ્થાને જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવેલું. સરકારશ્રીના સંવેદનશીલ અભિગમનું જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!