GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના હિંમતપૂરા ભાથીજી મંદિર ખાતે ભવ્ય રામ યજ્ઞ યોજાયો

તારીખ ૨૩/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
અયોધ્યામાં નવ નિર્માણ થયેલ ભવ્ય રામ મંદિરમાં રામલલાની પધરામણીને એક વર્ષ પૂર્ણ થતાં કાલોલ તાલુકાના હિંમતપૂરા ગામે ૨૧ તારીખના રોજ સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.ત્યારબાદ સાંજે સુંદરકાંડનુ આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપરાંત બીજા દિવસે ૨૨ તારીખના રોજ રામ યજ્ઞ યોજાયો હતો જેમાં હિંમતપૂરા ગામે રામ યજ્ઞના આયોજનથી ગામમાં જય શ્રી રામ જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને અયોધ્યા ખાતે એક વર્ષ અગાઉ ૨૨ જાન્યુઆરીના રોજ રામલ્લાના નવીન બનેલ મંદિર ભવ્ય રામ ઉજવણી કરવામાં આવીહતી જેનું એક વર્ષ પૂર્ણ થતા હિંમતપૂરા ગામે રામભક્તો દ્વારા રામયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.







