GUJARATKHERGAMNAVSARI

સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે સંસ્થાના ભૌતિક સંશાધનમાં વૃધ્ધિ કરવા, નવીનીકરણ અને સુશોભન કરવા માટે વિવિધ પ્રકલ્પ માટે ઔદ્યોગિક એકમો દ્વારા ઉદાર મદદ:

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે સક્રીયતાથી કાર્યરત એવી સરકારી પોલીટેક્નીક સંસ્થાના ૬૦ વર્ષના ગૌરવ પ્રસંગે સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૫ને “ ડાયમન્ડ જ્યુબીલી યર” તરીકે ઉજવવા માટે વિદ્યાર્થીલક્ષી વિકાસના કામ માટે વલસાડ જિલ્લાના અગ્રણી ઔદ્યોગિક એકમો દ્વારા ઉદાર મદદ મળી રહી હોવાનું સંસ્થાના આચાર્ય શ્રીમતિ રીંકુ શુક્લાએ અખબારી યાદીથી જણાવેલ છે.     સંસ્થાના ડાયમંડ જ્યુબીલીના કન્વીનર ડૉ. અમિત ધનેશ્વરે લ્યુનાર મોટર્સ દ્વારા સરસ્વતી માતાની સંગેમરમરની ૬ ફૂટ ઉંચી પ્રતિમા છત્ર સાથેનું આઇકોનિક સર્કલ, ડેમોસા કેમિકલ પ્રા. લિ. દ્વારા ઇન્ટરેક્ટીવ સ્માર્ટ સેમીનાર રૂમ માટે દાન મળેલ હોવાનું જણાવેલ. વધુમાં બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શારીરીક કસરત કરી ફીટ રહે અને મોબાઇલનો ઉપયોગ ઓછો કરે તે હેતુથી બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ માટે અલાયદી ઓપન જીમ સુવિધા ઉભી કરવા “માં” ફાઉન્ડેશન મારફ્ત મળેલ મદદનો ઉપયોગ થનાર છે.  સંસ્થા ખાતે ૨૧૦૦ ચો. ફુટ જગ્યામાં સીવીલ વર્ક અને ફેબ્રીકેશન વર્ક થી ઓપન એકેડેમીક લાયબ્રેરી વિકસાવવા માટે દેસાઇ કન્સ્ટ્રક્શન દ્વારા સી.એસ. આર. ફંડ પુરૂ પાડવામાં આવનાર છે. જેમાં સંસ્થાના ૭ અભ્યાસ્ક્રમ માટેના કુલ આઠ ૬- ૬ ( પ્રત્યેક સેમેસ્ટર માટે એક અલાયદું ખાનું) ખાનાવાળા સ્ટીલ રેક માં જુના / ભુતપૂર્વ વિદ્યાર્થીઓના દાન માં મળેલ પુસ્તકો રાખવામાં આવશે જેથી નબળા વર્ગના, સરકારી શિક્ષણ ફી માફી યોજનામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ તેમેને જોઇતા પુસ્તકો ત્યાંથી વિના મુલ્યે અભ્યાસ માટે વિના સંકોચ ગૌરવપૂર્ણ રીતે લાભ લઇ શકે. બેસીને વાંચવા માટેની સુવિધા ઉપરાંત સાયન્ટીફીક કેલક્યુલેટર, ડ્રોઇગ બોર્ડ, ટ્રાન્સપેરેન્ટ રાયટીંગ પેડ, પેન્સીલ, પેન અને અન્ય ઇજનેરી અભ્યાસને જરૂરી સાધન સામગ્રી પણ પરત કરવાની શરતે ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ રાખવામાં આવશે. સદર સુવિધાના કારણે આર્થીક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને અન્ય સહપાઠી સમકક્ષ અભ્યાસ માટે જરૂરી સંશાધનનો લાભ થશે અને તેમના પરિણામ માં ૫ % જેટ્લો સુધારો થવાનુ અનુમાન છે, જેથી તેઓ ફેલ થવાના કારણે તેમનો ચાલુ અભ્યાસ છોડતાં અટકે. સરકારી પોલીટેકનીક, વલસાડની “ડાયમન્ડ જ્યુબીલી યર” ની ઉજવણી માત્ર રાજ્ય સ્તરે જ નહીં પણ દેશમાં પણ ઉદાહરણીય અને અનુકરણીય બની રહે તે માટે મીકેનીકલ ખાતા ના વડા શ્રી હેમંત બી. પટેલ, એન.એસ.એસ. કન્વીનર શ્રી નિરલ જી. પટેલ, વહીવટી અધિકારી શ્રી વી.જે.પટેલ સહિત તમામ સ્ટાફ ગણ સતત પ્રયત્નશીલ છે તેમ સંસ્થાના આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!