ઓગડ તાલુકાના તાણામા શ્રીમદ્દ દેવી ભાગવત કથામાં આજે શ્રી કૃષ્ણ રૂક્મણી વિવાહ યોજાયો…
ઓગડ તાલુકાના તાણામા શ્રીમદ્દ દેવી ભાગવત કથામાં આજે શ્રી કૃષ્ણ રૂક્મણી વિવાહ યોજાયો...

ઓગડ તાલુકાના તાણામા શ્રીમદ્દ દેવી ભાગવત કથામાં આજે શ્રી કૃષ્ણ રૂક્મણી વિવાહ યોજાયો…
ઓગડ તાલુકાના તાણા ખાતે આવેલ ગોકુળ નગર સોસાયટીમાં વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રીજી કમલેશ મહારાજ (ઝાડીયાણા) ના મુખારવિંદે ૫ મી જાન્યુઆરી ૨૦૨૬ ને સોમવાર થી ચાલુ થયેલ શ્રીમદ્દ દેવી ભાગવત કથામાં પ્રથમ દિવસે ભાનુશાલી પાર્વતીબેન પરષોત્તમભાઈ ને ત્યાંથી ભવ્ય પોથીયાત્રા નીકળી કથા મંડપે પહોંચેલ જ્યાં બાપુએ સ્વાગત કરી આરતી પૂજન બાદ કથા શ્રવણ ચાલુ કરે તા. ૧૩/૦૧/૨૦૨૬ ને મંગળવાર ચાલી રહેલ શ્રીમદ્દ દેવી ભાગવત કથામાં આજે ૧૧ મી જાન્યુઆરી રવિવાર ના રોજ કથાનું રસપાન કરાવતા કમલેશ મહારાજે જણાવ્યું કે દેવી રૂક્મિણી વિદર્ભ ના રાજા ભીષ્મકની પુત્રી હતી. રૂક્મિણી તેની બુદ્ધિ, સુંદરતા અને ન્યાયી વર્તન માટે પ્રખ્યાત હતી.રૂક્મિણીનું બાળપણ શ્રી કૃષ્ણની હિંમત અને બહાદુરીની વાર્તાઓ સાંભળવામાં વીત્યું હતું.લગ્નની ઉંમરે પહોંચી ત્યારે તેના માટે ઘણા માંગ્યા આવ્યા, પરંતુ તેણે તે બધાને ના પાડી, માતા-પિતા અને ભાઈ રૂકમી તેમના લગ્નની ચિંતામાં હતા. રૂક્મિણી શ્રીકૃષ્ણ માટે પાગલ થઈ ગઈ એક વાર એક પૂજારી દ્વારકાથી યાત્રા કરીને વિદર્ભમાં આવ્યા.વિદર્ભમાં તેમણે શ્રી કૃષ્ણ ના સ્વરૂપ,ગુણો અને વર્તનનું સુંદર વર્ણન કર્યું.પુરોહિત પોતાની સાથે શ્રીકૃષ્ણ ની છબી લાવ્યા હતા.જ્યારે દેવી રૂક્મિણીએ છબી જોઈ ત્યારે તેઓ અભિભૂત થઈ ગયા અને શ્રી કૃષ્ણ ને તેમના પતિ તરીકે સ્વીકારી લીધા.લગ્ન નક્કી થયા ત્યારે પ્રેમપત્ર મોકલ્યો.તેમના લગ્ન માં એક મુશ્કેલીએ હતી કે તેમના પિતા અને ભાઈ જરાસંધ, રાજા કંસ અને શિશુપાલ સાથે સંબંધિત હતા.આ કારણથી તે રૂક્મિણીના લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરાવવા માંગતા ન હતા. સામાજિક સંબંધોને ધ્યાનમાં રાખીને જ્યારે રૂક્મિણીના લગ્ન શિશુપાલ સાથે નક્કી થયા હતા. રૂક્મિણીએ પ્રેમ પત્ર લખીને બ્રાહ્મણ યુવતી સુનંદાના હાથે શ્રી કૃષ્ણને મોકલ્યો.તેણે એકબ્રાહ્મણ ને દ્વારકા કૃષ્ણ પાસે પોતાનો નિશ્ચય વ્યક્ત કરવા મોકલ્યો રૂકમણીએ શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો ” હે નંદ-નંદન ! મે તમને મારા પતિ તરીકે પસંદ કર્યા છે.હું તમારા સિવાય બીજા કોઈ પુરૂષ સાથે લગ્ન કરવાની નથી.મારા પિતા મારી ઈચ્છા વિરુદ્ધ શિશુ પાલ સાથે મારા લગ્ન કરવા માંગે છે.લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ મારા પરિવાર નો રિવાજ છે કે લગ્ન પહેલા કન્યાએ નગરની બહાર ગિરિજા ના દર્શન કરવા જવું પડે છે.હું પણ લગ્નના કપડાં પહેરીને ગિરિજાનાં મંદિરે દર્શન કરવા જઈશ હું ઈચ્છું છું કે તમે ગિરિજા મંદિરમાં પહોંચો અને મને તમારી પત્ની તરીકે સ્વીકારો જો તમે નહીં પહોંચો તો વાલા હું મારો જીવ આપી મારૂ જીવન સંકેલી દઈશ.પ્રેમ પત્ર મળ્યા બાદ શ્રીકૃષ્ણે એક યોજના બનાવી શ્રી કૃષ્ણએ પણ રૂક્મિણી વિશે ઘણું સાંભળ્યું હતું અને તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. જ્યારે તેમને રૂક્મિણીનો પ્રેમ પત્ર મળ્યો ત્યારે શ્રી કૃષ્ણ પ્રેમ પત્ર વાંચીને સમજી ગયા કે રૂક્મિણી મુશ્કેલીમાં છે.મુશ્કેલીમાંથી બહાર કાઢવા શ્રી કૃષ્ણએ તેમના ભાઈ બલરામ સાથે મળીને એક યોજના બનાવી.જ્યારે શિશુપાલ લગ્નની સરઘસ લઈને રાજા ભીષ્મક દરવાજે આવ્યા ત્યારે શ્રી કૃષ્ણે રુક્મિણીનું અપહરણ કરવું. રૂક્મિણીના અપહરણ પછી શ્રી કૃષ્ણએ પોતાનો શંખ વગાડ્યો શંખ નો અવાજ સાંભળીને ભાઈ રૂક્મી અને શિશુપાલ ને આશ્ચર્ય થયું કે શ્રી કૃષ્ણ અહીં કેવી રીતે આવ્યા ? દરમિયાન તેમને માહિતી મળી કે શ્રી કૃષ્ણએ રૂક્મિણીનું અપહરણ કર્યું છે. ક્રોધિત થઈને ભાઈ રૂક્મી શ્રી કૃષ્ણને મારવા તેની સાથે યુદ્ધ કરવા નીકળી પાડ્યા.ભાઈ રૂક્મી અને શ્રી કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું જેમાં કૃષ્ણ વિજયી થયા અને રુક્મિણી સાથે દ્વારકા આવ્યા કથા અનુસાર યાદવકુળ નંદ કિશોર શ્રીકૃષ્ણ (પ્રતિક ભાનુશાલી) ના વિવાહ વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી રૂક્મણી (પ્રિયંકા ભાનુશાલી) સાથે સુંદર વિવાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.નિરંજનભાઈ ઠકકરે જણાવ્યું હતું કે શ્રીમદ્દ દેવી ભાગવત કથામાં જે ચડાવા થશે તેમાંથી ખર્ચ કરતા જે રકમ વધશે તે વધેલી રકમ ગરીબ દીકરીઓના સમુહલગ્ન મા વાપરવામાં આવશે માટે ઉદાર હાથે દાન આપવા જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




