પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
આજ રોજ ઉમરેઠ નગર ખાતે ઉમરેઠ-ડાકોર રોડ પર કાચલિયા સ્મશાનની સામે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચાલક ડમ્પરની ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત.ડમ્પર થી કારને ટક્કર મારતાં ડીવાઈડર પાસે આવેલ વીજપોલ અને ડમ્પર વચ્ચે કાર ફસાઈ ગઈ હતી જેમાં બે વ્યક્તિઓ સવાર હતા તેમાં કન્ડક્ટર સાઇડ બેસેલ એક વ્યક્તિ કારમાં જ ફસાયો હતો.કારમાં ફસાયેલ વ્યક્તિને બહાર કાઢવા માટે વીજપોલ ને દુર કરવામાં આવ્યો ત્યારબાદ ફસાયેલ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો, આ અકસ્માતમાં બંને વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં ઇમરજન્સી ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા.ઉમરેઠ પોલીસ દ્વારા ધટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.