
ખોચરપાડા ત્રણ રસ્તા પાસે અર્ટીકા ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ રૂ.૩,૮૭,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી સાગબારા પોલીસ,
વાત્સલ્ય સમાચાર
જેસિગ વસાવા : સાગબારા
મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજયમાં પ્રવેશવાના આંતર રાજય ચેક પો.સ્ટ| તેમજ ગ્રામીણ અંતરિયાળ રસ્તાઓ ઉપર સઘન વાહન ચેકીંગ કરી ગેરકાયદેસર રીતે થતી પ્રવૃતિ્તઓ અટકાવવા અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ અનુસંધાને સંજય શર્મા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક| રાજપીપલા ડિવીઝન રાજપીપલા તથા .પી.જે.પંડ્યા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ડેડીયાપાડા તથા ઇન્યાર્જ| પોલીસ ઇન્સ્પેકટર નાં ઓના માર્ગદર્શન હેઠળ સાગબારા પોલીસ સ્ટેશનના સર્વેલન્શ સ્કોડના પોલીસ માણસોએ ચોકકસ બાતમી મેળવી સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારના ખોચરપાડા ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીંગ કરી અર્ટીકા ફોર વ્હીલ ગાડી નંબર-GJ-19-BA-5028 માં ગે.કા.વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી| દારૂ બીયર ટીન નંગ-૨૪૦ ( દારૂ લીટર ૧૨૦.૦૦૦) કુલ કિ.રૂ.૩0,000/-નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી સાગબારા| પોલીસ પોલીસ સ્ટેશન સી-પાર્ટ ગુ.ર.નંબ૨.૧૧૮૨૩૦૨૧ ૨૪૧૬૭૭/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ-૬૫(એ) (ઈ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં હાથ ધરી છે.
જેમાં પકડાયેલ આરોપીઓ (૧) પોહનાભાઇ રવજીભાઇ ચૌધરી ઉ.વ.૩૫ રહે.જુના ઉમરપાડા બસ સ્ટેન્ડ ફળીયુ તા.ઉમરપાડા જી.સુરત (૨) રજનીકાંતભાઇ માનસીંગભાઇ વસાવા ઉ.વ.૨૭ રહે.ટાવલ ઝુમ્માવાળી ફળીયુ તા.ઉમરપાડા જી.સુરત| અને વોન્ટેડ આરોપી (૧)સાગર સરદાર વળવી રહે.પુરઆંબી તા.અક્કલકુવા જી.નંદુરબાર ( મહારાષ્ટ્ર ) જપ્ત કરેલ મુદ્દામાલઃ- ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયર ટીન નંગ-૨૪૦ (દારૂ લીટર ૧૨૦.૦૦૦) કુલ કિ.રૂ.30,000/- નો પ્રોહી| મુદ્દામાલ અને અર્ટીકા ફોર વ્હીલ ગાડી નંબર-GJ-19-BA-5028 કિ.રૂ.૩,૫૦,૦૦૦/- મોબાઇલ ફોન -૦૨ કિ.રૂ.૭૦૦૦ સાથે આમ 3.87.000 રૂપિયાનો મુદ્દા માલ સાથે ઝડપી લીધા
,



