GUJARATPANCHMAHALSHEHERA

ગોધરાના અટલ ઉદ્યાન ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા એક માસના ‘મેદસ્વિતા મુક્ત કેમ્પ’નો પ્રારંભ

 

પંચમહાલ ગોધરા

નિલેશ દરજી શહેરા

ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત અટલ ઉદ્યાન ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ એક માસના વિશેષ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૦/૦૧/૨૬ થી ૨૦/૦૨/૨૬ સુધી ચાલનારા આ ‘મેદસ્વિતા મુક્ત કેમ્પ-૩’ ના ઉદ્ઘાટન પ્રસંગે લાફિંગ ક્લબના પ્રમુખ સુરેશભાઈ, બ્રહ્માકુમારી દીદી સોનલબેન અને કોમલબેન સહિત ગોધરાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજીના માર્ગદર્શન અને ઝોન કોર્ડિનેટર પિન્કીબેન મેકવાનના નેતૃત્વ હેઠળ જિલ્લા કોર્ડિનેટર સોનલબેન પરીખના નિર્દેશનમાં યોગ કોચ જોશી કૈલાશબેન, તેજલબેન પંચાલ અને અન્ય યોગ ટ્રેનરોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એક મહિના સુધી ચાલનારા આ કેમ્પમાં આસન, પ્રાણાયામ અને ધ્યાન પર વિશેષ ભાર મૂકવાની સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બોડી ચેકઅપ અને ડાયટ પ્લાન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. આજના સમયમાં વધતા જતા વજન અને તેનાથી ઉદ્ભવતી બીમારીઓ સામે જનજાગૃતિ લાવવા અને નાગરિકોના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે આ અભિયાન એક અત્યંત અસરકારક અને પ્રશંસનીય પગલું સાબિત થઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!