જામનગર-“મેરા સંવિધાન-મેરા સ્વાભિમાન”

સંવિધાન દીવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી – અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રા નું આયોજન કરવામાં આવેલ.
જામનગર (ભરત ભોગાયતા)
ભારતીય જનતા પાર્ટી – અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રા નું આયોજન કરવામાં આવેલ. આ તબક્કે બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી, સંવિધાન સાથે લાલ બંગલે થી શહેર ભાજપ કાર્યાલય સુધી સંવિધાન યાત્રા યોજવામાં આવેલ.
આ કાર્યક્રમ માં શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, મેયર વિનોદ ખીમસુરિયા, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરસોતમભાઈ કકનાણી, આગેવાન સામતભાઈ પરમાર, ઉપાધ્યક્ષ રાજુ યાદવ, હરીશભાઈ ચૌહાણ, વિજય પરમાર, દીપક શ્રીમાળી, અનું મોરચાના પ્રભારી શ્રી સહિત અનુસૂચિત મોરચાના પદાધિકારીઓ, હોદેદારો, કોર્પોરેટર ઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
__________________
ભરત જી.ભોગાયતા
પત્રકાર (ગર્વ.એક્રેડેટ)
જામનગર
8758659878




