BANASKANTHAGUJARATPALANPUR

વડગામમાં ‘વિશ્વ ટી.બી. દિવસ’ની પ્રેરણાદાયી ઉજવણી: 82 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

25 માણસ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

“Yes! We Can End TB”: વડગામ તાલુકાના આરોગ્ય સ્ટાફ દ્વારા ટીબી મુક્ત ભારત તરફ કદમ.માનવતાનું ઉદાહરણ: વડગામ તાલુકાના આરોગ્ય કર્મચારીઓએ સ્વખર્ચે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ અર્પણ કરી.૨૪ માર્ચ ૨૦૨૬, ‘વિશ્વ ટી.બી. દિવસ’ નિમિત્તે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની થીમ “Yes! We Can End TB. Led by Countries, Powered by People” અંતર્ગત બનાસકાંઠા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ વડગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પ્રકાશકુમાર ચૌધરીના નેતૃત્વમાં ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપવા માટે તાલુકામાં જનજાગૃતિ રેલી, શાળાઓમાં જાગૃતિ લક્ષી બેઠકો અને ગ્રામ્ય આગેવાનો સાથે મીટિંગો યોજાઈ હતી.આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલી વિશેષ સેવાકીય પ્રવૃત્તિ રહી હતી. આરોગ્ય સ્ટાફના કર્મચારીઓએ દાતા બનીને સ્વખર્ચે કુલ 82 જેટલી પોષણ કીટ તૈયાર કરી હતી. આ કીટમાં મગ, ચણા, મગની દાળ, તુવેર દાળ, તેલ, ગોળ, મખાણા અને ખજૂર જેવા પૌષ્ટિક આહારનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનું વિસ્તારના તમામ ટીબીના દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીની સારવારમાં દવાઓની સાથે પૌષ્ટિક આહારનું ખૂબ મહત્વ રહેલું છે, જે દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધારી દવાઓના પ્રભાવને વધુ અસરકારક બનાવે છે.આ સમગ્ર અભિયાનમાં સ્થાનિક મેડિકલ ઓફિસર (MO), તાલુકા અને પ્રાથમિક હેલ્થ સુપરવાઈઝર, સી.એચ.ઓ. (CHO), એમ.પી.એચ.ડબલ્યુ. (MPHW) તથા એફ.એચ.ડબલ્યુ. (FHW) સહિતના તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. આરોગ્ય વિભાગની આ પહેલ માત્ર દર્દીઓના સ્વાસ્થ્ય સુધારણા માટે જ નહીં, પરંતુ સમાજમાં આરોગ્ય પ્રત્યેની નૈતિક જવાબદારીનો એક સુંદર સંદેશ પાઠવે છે.

Back to top button
error: Content is protected !!