GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસે તાલુકાના મોકળ ગામે છાપો મારી વિદેશી દારૂ સાથે એક બુટલેગર ઝડપી પાડયો

તારીખ ૧૯/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મોકળ ગામના રોડવાળા ફળિયા ખાતે રહેતો વિરેન્દ્રકુમાર ઉર્ફે જગો ચંદ્રસિંહ ચૌહાણ પોતાના ખેતરમાં બનાવેલ છાપરાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે ચોક્કસ બાતમી કાલોલ પોલીસ સ્ટેશન ની ટીમને મળી હતી જે બાતમીના આધારે ઉપરોક્ત આરોપીને અટકાયત કરી ખુલ્લા છાપરાં માં પ્લાસ્ટિકના કંતાન માં છુપાવી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂપિયા 5,520/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.






