વટવૃક્ષ સમાન બહેનો અને દીકરીઓની જામનગરની સંસ્થા

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર દ્વારા યોજાયો ” કર્મશીલ સદભાવ કાર્યક્રમ”
જામનગર (ભરત ભોગાયતા)
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે માતૃ ગૌરવ દિવસ ની ઉજવણી “કર્મશીલ સદભાવ કાર્યક્રમ”સ્વરૂપે કરવામાં આવી. દર વર્ષે રાષ્ટ્ર માતા કસ્તુરબા પુણ્યતિથિ તથા કુળમાતા મંજુલાબેન દવે ની સ્મૃતિ એ યોજવામાં આવતા વિશેષ કાર્યક્રમ નિમિતે આ વર્ષે સંસ્થાના તમામ વિભાગો ના અત્યાર સુધી ના નિવૃત કર્મશીલ બહેનો ભાઈઓ ને આનંદભેર વધાવવા તથા આદરભેર સન્માનિત કરવામાં આવ્યાં.
સંસ્થાના ટ્રસ્ટી મંડળ ના પ્રમુખ દિના બહેન મેહતા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં લગભગ ૧૦૦ જેટલાં નિવૃત કર્મશીલ બહેનો ભાઈઓ ને સ્મૃતિ ભેટ, સૂત્ર માળા અને ખાદી ના ખેસ થી અભિવાદિત કરવામાં આવ્યાં.
સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગર એ સૌ નું શાબ્દિક સ્વાગત કર્યું અને પૂર્વસુરીઓ ને યાદ કરી અંજલી અર્પી હતી. હાઈ સ્કૂલ ના આચાર્યા હિનાબેન તન્ના એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સન્માનિત કર્મશીલ વડીલો એ લાગણીસભર પ્રતિભાવો આપ્યાં હતાં.કાર્યક્રમ નું સંચાલન કા.મંત્રી પાર્થ પંડ્યા એ કર્યું હતું. કાર્યક્રમ ને અંતે સૌ એ સમુહ ભોજન કર્યું અને ભાવ સભર છૂટા પડ્યાં હતાં.






