Lodhika: મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં સંચાલક, રસોયા અને મદદનીશની જગ્યાઓ માટે અરજી કરવા સૂચના
તા.૬/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Lodhika: રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની ૧૨ જેટલી પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક, રસોયા અને મદદનીશની જગ્યાઓ માટે તા.૧૮/૦૬/૨૦૨૫ સુધીમાં નિયત નમુનામાં અરજી અને જરૂરી આધાર પુરાવા સાથે ઈચ્છુક ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઉમેદવારની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ. અને ઓછામાં ઓછુ એસ.એસ.સી પાસ કે તેની સમકક્ષ શૈક્ષણીક લાયકાત ધરાવતા હોવા જોઇએ. સ્થાનિક તેમજ મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. વિધવા/ત્યકતા તથા નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક રીતે નબળા વર્ગની સ્ત્રીઓ તથા ગરીબી રેખા નીચે જીવતી સ્ત્રીઓને અગ્રતાના ધોરણે નિમણુંક આપવા વિચારણા કરવામાં આવશે.
મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં વિરવા, હરીપર, તરવડા ગામોની પ્રાથમિક શાળા સંચાલક, રસોયા અને મદદનીશ, ધુડીયાદોમડા ગામની પ્રાથમિક શાળામાં સંચાલક અને રસોયા, રાતૈયા, ઢોલરા, કાંગશીયાળી ગામની પ્રાથમિક શાળામાં રસોયા અને દેવગામ, પાંભર ઇટાળા, જેતાકુબા, પીપળીયા(પાળ) ગામોની પ્રાથમિક શાળા સહિત મેટોડા ગામની સરદાર પટેલ પ્રાથમિક શાળામાં મદદનીશની જગ્યાઓ ભરવાની છે. ઉમેદવારોએ અરજી મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલવાની રહેશે. નિયત કરેલ અરજીઓ સિવાયની મુદત બહારની અરજીઓ અમાન્ય કરવામાં આવશે.