GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મગની ટેકાના ભાવથી ખરીદી માટે ખેડૂતોને ઓનલાઇન નોંધણી કરાવવા સૂચના

તા.૧૫/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડુત મિત્રોને આર્થિક રક્ષણ અને તેમની ઉપજોના પોષણક્ષમ ભાવ મળી રહે, તે હેતુસર વર્ષ ૨૦૨૪-૨૫ ઉનાળુ મગ ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની ઓનલાઇન નોંધણી તા. ૨૫/૦૫/૨૦૨૫ સુધી કરવાની રહેશે. ખેડુતોએ ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તથા તાલુકા કક્ષાએ APMC ખાતે નાફેડના ‘ઈ-સમૃધ્ધિ’ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. જે અન્વયે ગામનો નમૂનો ૮-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા ૭/૧૨, આધાર કાર્ડની નકલ, બેન્ક પાસબુકના પ્રથમ પાનાની નકલ (IFSC કોડ સાથે) સાથે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. જિલ્લાના ખેડુત મિત્રોએ આ લાભ લેવા જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!