
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : દિલ્હી બ્લાસ્ટને પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડરની રતનપુર ચેકપોસ્ટ પર વાહનોના સઘન ચેકિંગ
દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટનાના પગલે ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દીધી છે. ખાસ કરીને રાજ્યના મહત્વપૂર્ણ ધાર્મિક અને સંવેદનશીલ સ્થળો પર સઘન સુરક્ષા અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે તમામ મોટા અને પ્રખ્યાત ધાર્મિક સ્થાનો પર સુરક્ષા વધારી દીધી છે. જેમાં મુખ્યત્વે અંબાજી મંદીર, સોમનાથ મંદીર, દ્વારકા,શામળાજી માં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર ગુજરાત-રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ હાથધરી સમગ્ર જીલ્લામાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ હાથધર્યું છે
અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાએ દિલ્હી બ્લાસ્ટના પગલે જીલ્લા પોલીસતંત્રને જીલ્લાના મહત્વપૂર્ણ સ્થળો પર પેટ્રોલીંગના આદેશ આપી દીધા છે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ અને દિલ્હી-મુંબઈ માર્ગ માટે મહત્વપૂર્ણ શામળાજીને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ પર સોમવારની રાત્રીથી પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા અને વાહનોનું ચેકિંગ હાથધર્યું છે તેમજ અન્ય રાજસ્થાન રાજ્યને અડીને આવેલી સરહદો પર પણ પોલીસ તૈનાત કરી દીધી છે





