GUJARAT

નવસારી મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ગણદેવી તાલુકાના ફિશ લેન્ડીંગ સેન્ટર ભાટ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ….

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આંતકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યકિતઓની હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ બોટ, ડ્રોન, ડ્રગ્સ પેકેટ્સ, બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ., કોસ્ટલ સિકયુરીટી અમદાવાદ, પોલીસ મહાનિરીક્ષકશ્રી દરિયાઇ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ, ગાંધીનગર અને પોલીસ અધિક્ષક હજીરા, સુરતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર શ્રી યુ.જે.પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી  એ.જે.ગામિત  તેમજ મરીન કમાન્ડો ટીમ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અન્વયે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાઇ વિસ્તાર ફિશ લેન્ડીંગ સેન્ટર ભાટ વિસ્તાર ફ્રુટ  પેટ્રોલીંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સઘન કોસ્ટલ પેટ્રોલીંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યકિત, વાહનો, બોટો, અવાવરૂ જગ્યાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!