વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૨ સપ્ટેમ્બર : મુન્દ્રા તાલુકા હેલ્થ ઓફિસર ડો.યોગેન્દ્ર પ્રસાદ મહતો તેમજ પી.એચ.સી. ઝરપરા મેડિકલ ઓફિસર ડો.મેહુલ બલદાણીયા,ડૉ. રુચિતા ધુઆના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર ધ્રબ ની શ્રી કમંઢપુર પ્રાથમિક શાળા મા એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એડોલેસન્ટ કાઉન્સિલર મહેન્દ્ર વાઘેલા , સી એચ ઓ. ડૉ. હસનઅલી આગરિયા દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને 10 અને 16 વર્ષ દરમિયાન લેવાની ટીડી વેક્સિન વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ કિશોર અવસ્થા દરમિયાન થતા ફેરફારો વિશે,આરોગ્યલક્ષી જીવનશૈલી વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ મ.પ.હે.વ નિકુલભાઈ પરમાર દ્વારા વાહક જન્ય રોગો વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓના વજન ઊંચાઈ અને ૧૦૮ (એકસો આંઠ)એચ.બી. ચેક કરવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત સારું હિમોગ્લોબીન આવનાર ને ધોરણ વાઇસ પહેલો,બીજો અને ત્રીજો નંબર આવનાર ને ઈનામમાં કલર કીટ વિતરણ કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના સ્ટાફ એ સહયોગ આપ્યો હતો.શાળા ના આચાર્ય શ્રી પરેશ નાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.