GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર ડી.જી.પી.ની કોર્ટમાં સઘન અભ્યાસપુર્ણ દલીલો

સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા-મુખ્ય જીલ્લા સરકારી વકીલની ધારદાર દલીલો

જામનગર (ભરત ભોગાયતા)

જામનગરની પોકસો અદાલતે સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં આરોપી ધનંજય ઉર્ફે ધનો ઉર્ફે ધર્મેશ અમૃતલાલ જોશીને ભારતીય દંડ સંહિતાની તથા પોકસો એકટની અલગ અલગ કલમો હેઠળ ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૧૦,૦૦૦/- નો દંડ તથા ભોગબનનારને વળતર પેટે રૂા. ૨,૦૦,000/-ચુકવવાનો હુકમ કર્યો છે સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ શ્રી જમન કે. ભંડેરી ધ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો ગ્રાહય રાખી પોક્સો અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી સજાનો હુકમ ફરમાવેલ છે.


આ કેસની વિગત એવી છે કે, સને-૨૦૨૧ માં ફરીયાદી/ભોગબનનાર ધ્વારા આરોપી ધનંજય ઉર્ફે ધનો ઉર્ફે ધર્મેશ અમૃતલાલ જોશી ભોગબનનાર સગીરાના ઘરની બાજુમાં ભાડાના મકાનમા રહેતો હતો અને ભોગબનનાર આરોપીના ઘરે રમવા જતી ત્યારે ભોગબનનારની સગીર વયની અવસ્થાનો લાભલઈ, ભોગબનનાર સાથે તેની મરજી વિરૂધ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી, બળાત્કાર ગુજારી, ભોગબનનાર નું શારીરિક શોષણ કર્યા અંગેની ફરીયાદ સીટી એ ડીવી. પો.સ્ટે.માં નોંધાયેલ હતી. જે ફરીયાદના આધારે તપાસ કરનાર પોલીસ અધિકારી ધ્વારા ગુનાની તપાસ કરી આરોપી વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૩૭૬(૨) (જે) (એન) તથા પોકસો એકટની કલમ-૪,૬ મુજબનો ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરેલ હતી.

જે કેસ જામનગરની સ્પે. પોકસો અદાલતમાં ચાલી જતા ભોગબનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસરની જુબાની તથા સરકાર પક્ષે રજુ કરવામાં આવેલ ૩૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ, તેમજ સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલશ્રી જમન કે. ભંડેરીએ અદાલત સમક્ષ ધારદાર દલીલ કરતાં જણાવેલ કે, આરોપી સામે સગીર વયની બાળા સાથે બદકામ, તેમજ દુષ્કર્મ કરવા અંગેનો ગુનો છે, તેમજ સમાજમાં દિન-પ્રતિદિન આ પ્રકારના વધતા જતાં ગુનાઓને કારણે સગીર વયની બાળાઓ ઉપર આવા દુષ્કૃત્યથી જીવન પર્યંત માનસિક અસર પડે છે. આરોપી સામે પ્રથમદર્શનીય કેસ હોય આથી આવા સંજોગોમાં સગીર બાળા ઉપર થયેલ દુષ્કર્મના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સમાજમાં દાખલો બેસે તેથી આરોપીને મહતમ સજા અને દંડનો હુકમ કરવા રજુઆત કરેલ હતી. જે મુજબ જામનગરની સ્પે. પોકસો અદાલતના ન્યાયાધીશ શ્રી વી.પી.અગ્રવાલ સાહેબે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ઉપરોકત હકીકતો ધ્યાને લઈ આરોપીને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૧૦,૦૦૦/- ના દંડનો હુકમ ફરમાવેલ છે તથા દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા, તેમજ ભોગબનનારને વિકટીમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર પેટે રૂા. ૨,૦૦,૦૦૦/- ચુકવવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિશેષતા એવી છે કે, ભોગબનનાર પોતાના પરિવારથી કંટાળી જઈને ટ્રેનમાં બેસી અમદાવાદથી સુરત જતી ટ્રેનમાં નવસારી પોતાની બહેનના ઘરે જતા વડોદરા નજીક ટ્રેનમાંથી કુદી આત્મહત્યા કરવા જતા એક સેવાભાવી વ્યકિતએ તેમને બચાવી અને શા માટે આત્મહત્યા કરવી છે ? તે અંગેની સઘળી હકીકતો જાણી અને આ સેવાભાવી વ્યકિતએ તેણીને જામનગર પોલીસ સ્ટેશને લઈ જઈ આરોપી વિરૂધ્ધ ફરીયાદ કરાવેલ. આમ, આ સેવાભાવી વ્યકિતએ આ ગુનાના કામે ખુબ જ ઉમદા કામગીરી બજાવેલ હતી.

આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ શ્રી જમન કે. ભંડેરી રોકાયેલ હતા.

____________________

—regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!