BANASKANTHAGUJARATPALANPUR

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી દ્વારા ડૉ.આંબેડકરવિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ.

23 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત નવી દિલ્હી : ૨૨–૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬.શૈક્ષિક ફાઉન્ડેશનના માધ્યમથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય કોલેજ, યુનિવર્સિટી ઓફ દિલ્હી દ્વારા ડૉ.આંબેડકર ઇન્ટરણ8 સેન્ટર ખાતે તા. ૨૨ અને ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમ્યાન “Digital Society and Human Value: Reimagining Integral Humanism in the AI Era” વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ.ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી જીતિન પ્રસાદ વિશેષ ઉપસ્થિત રહ્યા. તેમણે તાજેતરમાં ભારતમંડપમ ખાતે યોજાયેલા વૈશ્વિક AI સમિટ અને ૮૬ દેશોએ હસ્તાક્ષર કરેલા સર્વસમાવેશી, માનવ-કેન્દ્રિત અને મૂલ્ય આધારિત AI સંકલ્પ અંગે વિગતવાર માહિતગાર કરતાં ભારતની આગેવાનીને ઉજાગર કરી. તેમણે “AI સૌ માટે” હોવાનું મંત્ર આપતા ડિજિટલ સાક્ષરતા વધારવા, ગ્રામ-શહેરી અંતર ઘટાડવા અને ડીપફેક તથા ભ્રામક માહિતી જેવા પડકારો સામે સાવચેત રહેવાની હાકલ કરી.પરિષદના અધ્યક્ષસ્થાને મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. નારાયણ લાલ ગુપ્તાજી રહ્યા. રાષ્ટ્રીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજી તથા રાષ્ટ્રીય મહામંત્રી ગીતાજી ભટ્ટજીની વિશેષ ઉપસ્થિતિએ સમિટનું ગૌરવ અપાવ્યું. વક્તાઓએ AI ને માનવમૂલ્યો સાથે સંકલિત કરી સર્વાંગી વિકાસનો માર્ગ નિર્ધારિત કરવાની આવશ્યકતા વ્યક્ત કરી. બે દિવસ દરમિયાન વિવિધ શૈક્ષણિક સત્રોમાં પ્રતિભાગીઓએ સંશોધનપત્રો રજૂ કરશેતા. ૨૩ ફેબ્રુઆરીના સમાપન સત્રમાં કેન્દ્રીય કાનુનમંત્રીશ્રી અર્જુન રામ મેઘવાલજી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.ગુજરાત પ્રાંતમાંથી આશરે ૧૨ પ્રતિનિધિઓએ પ્રાંત અધ્યક્ષ શ્રી મિતેશભાઈના માર્ગદર્શન હેઠળ સક્રિય ભાગ લીધો. દેશભરમાંથી ૮૦૦થી વધુ શિક્ષણવિદો, સંશોધકો અને નીતિનિર્માતાઓની ઉપસ્થિતિએ પરિષદને વ્યાપક પ્રતિસાદ મળ્યો.

Back to top button
error: Content is protected !!