BHARUCH

અંકલેશ્વરમાં કંપનીની બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી કરનાર સિક્યુરિટી ગાર્ડની પોલીસે ધરપકડ કરી

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર જીઆઇડીસીની અમસલ કેમ કંપની બહાર પાર્કિગમાંથી ચોરી થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢી પોલીસે વાહન ચોરને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના જુના દિવા ગામના શામજી ફળિયામાં રહેતા શૈલેષ કાલિદાસ વસાવાએ ગત તારીખ-30મી નવેમ્બરના રોજ પોતાની બાઈક લઈ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કેમ કંપનીમાં નોકરી ઉપર ગયા હતા. જેઓએ પોતાની બાઈક કંપનીની બહાર પાર્કિગમાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની બાઇકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બાઈક ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ મૂળ મહેસાણા અને હાલ ગોયા બજારમાં રહેતો કલ્પેશ લીલાભાઈ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!