GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લા પંચાયત હોલ ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…
તા.૧૧/૧૦/૨૪

મહીસાગર જિલ્લા પંચાયત હૉલ ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીની અધ્યક્ષ સ્થાને “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણી કરાઈ.

 

આજ રોજ બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લા પંચાયત હૉલ ખાતે “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણી થઈ.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓ પગભર બને તે રાજ્ય સરકાર દ્વારા અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે. આજે આપણા સૌના માટે ગૌરવની વાત છે કે, આજે દીકરીઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે અને આત્મનિર્ભર બનીને ગામ, જિલ્લા, દેશને ચલાવી રહી છે.

આજ રોજ બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ દીકરીઓને સન્માન તેમજ પાલક માતા પિતા યોજના અંતર્ગત લુણાવાડા તાલુકાની લાભાર્થી દીકરીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કર્યું.

આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, દહેજ પ્રતિબંધ અધિકારીશ્રી, સંબંધિત વિભાગના કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાની દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતાં

Back to top button
error: Content is protected !!