કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(ગર્લ્સહોસ્ટેલ) વાવ ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ સપ્તાહની ઉજવણી.

વાત્સલ્યમ્ સમાચાર પ્રવિણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
વાવની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (ગર્લ્સહોસ્ટેલ)ખાતે મહીલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ કાર્યરત પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર ના કાઉન્સિલર રેખાબેન એલ.દ્વારા દીકરીઓને સુરક્ષા અને સપ્તાહ ઉજવણી અંતર્ગત,વિવિધ યોજનાઓ જેવી કે181હેલ્પલાઇન,સી ટીમ,1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઈન, ‘વ્હાલી દીકરીયોજના’,મહીલા સ્વાલંબન, ,સખીવન સ્ટોપ સેન્ટર,પી.બી.એસ.સી, શિક્ષણનું મહત્વ, મહીલાસહશિતકરણ, માહિતી આપવામાં આવેલ આ કાર્યક્રમ માં પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટરના રેખાબેન પરમાર , મોડેલ હોસ્ટેલના દીપકા બેન દેસાઈ અને નિમિષાબેન વોર્ડન કમ હેડ ટીચર ગર્લ્સ હોસ્ટેલના, તેમજ હોસ્ટેલની વિધાર્થિનીઓ બહોળી સંખ્યામાં દીકરીઓએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમ ના અંત માં હોસ્ટેલની કિશોરીઓ ને મુઝવતા પ્રશ્ન નો નિવારણ કરી શકાય તે માટે થઈ દીકરીઓ સાથે પ્રશ્નોતરી પણ કરવામાં આવેલ આમ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.





