ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે મહિલાઓના સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

આજે રવિવારે ‘Sundays on Cycling’ના ભાગરૂપે ખાસ મહિલાઓએ સાયકલિંગમાં ભાગ લીધો. ત્યારબાદ મોટી સંખ્યામાં મહિલાઓ સાથે વૉકેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાની બાળકીઓથી લઈને યુવાન અને વડીલ મહિલાઓ સુધી સૌએ ઉત્સાહથી ભાગ લીધો. વૉકેથોન પછી અનેક રમતો-ગમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓએ ખુબ જ ઉત્સાહ અને ઉર્જા સાથે સહભાગિતા દર્શાવી હતી. આ કાર્યક્રમો દ્વારા મહિલાઓમાં શારીરિક સ્વાસ્થ્ય, ફિટનેસ અને એકતાની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે આ કાર્યક્રમને અનોખી રીતે ઉજવીને મહિલા દિવસને યાદગાર બનાવ્યો. તેઓએ એક વર્ષથી દર રવિવારે ‘Sundays on Cycling’ અંતર્ગત અનેક લોકોને જોડીને સાયકલિંગની આદતને પ્રોત્સાહન આપ્યું છે. આજે પણ તેમણે મહિલાઓને ફિટ અને સ્વસ્થ રહેવા માટે પ્રેરણા આપી હતી. જિલ્લા કલેક્ટર એ જણાવ્યું કે મહિલાઓનું સ્વાસ્થ્ય અને સશક્તિકરણ સમાજના વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ છે. સાયકલિંગ અને વૉકિંગ જેવી પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધારી શકાય છે તેમજ તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે છે.આ કાર્યક્રમમાં નાની બાળકીઓ સહિત યુવાન અને વડીલ મહિલાઓએ ઉપસ્થિત રહીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી. આયોજિત વિવિધ પ્રવૃત્તિઓએ મહિલાઓમાં એકતા, ઉર્જા અને સકારાત્મકતાનો સંચાર કર્યો હતો. જિલ્લા કલેક્ટર ના નેતૃત્વમાં આવા કાર્યક્રમો દ્વારા અરવલ્લી જિલ્લામાં મહિલા સશક્તિકરણ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળી રહ્યું છે, જે સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે.

 

Back to top button
error: Content is protected !!