BANASKANTHAGUJARATPALANPUR

ગુજરાત રાજ્ય યોગ બોડૅ દ્રારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અને નારી વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

9 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ગુજરાત રાજ્ય યોગ બોડૅ દ્રારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અને નારી વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોડૅ દ્રારા અને ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલ સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી અને નારી વંદન અને નારી સન્માન પણ કરવામાં આવ્યું અને ગાયત્રી પરિવાવતી હવનનુ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનશ્રી ગુજરાત રાજ્ય યોગ બોડૅના ઝોન કૉ.ઓડિનેટરશ્રી અજીતભાઈ અને યોગ ક્લાસ નિરીક્ષક ઉમંગભાઈ અને જી.ડી.મોદી કોલેજના ગ્રંથપાલશ્રી અને ધારાસભ્યશ્રી અનિકેતભાઈના ધમૅપત્ની વષૉબેન, ભાજપના કાયૅકતૉ સ્નેહલબેન, મેડીકલ ઓફિસર કુલદીપભાઈ, બનાસકાંઠા જિલ્લાના વેસ્ટ ઝોનના કૉ.ઓડિનેટરશ્રી દ્રુપતભાઈ સોની, નારી કેન્દ્રના મેનેજરશ્રી નિલોફનાબેન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ભાનુબેન, અને ગામી રૂચિતાબેન, વાત્સલ્યગૃપના કાયૅકતૉ જાગૃતિબેન , પશ્ર્ચિમ પોલીસ ASI પાયલબેન,ગાયનેક ડૉ.મનીષાબેન સરકારી વકીલ મધુબેન ઠાકોર વગેરે મહેમાનો ઉપસ્થિત રહીને નારી સન્માન અને નારીશક્તિ વિશે પોતાના વક્તવ્ય આપ્યા હતા. સાંજનાબેન જોષીએ ડાન્સ દ્રારા અને યાના પટેલે યોગ ડાન્સ થકી નારીશક્તિ વિશે પોતાની અભિવ્યક્તિ રજૂ કરી હતી ત્યારબાદ જુદા જુદા ક્ષેત્રે જેવા કે, સામાજિક, રમતગમત અને સાંસ્કૃતિક અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાસલ કરવા બદલ ગુજરાત રાજ્ય યોગ બોડૅ દ્રારા મહિલાઓનુ સન્માન પ્રમાણપત્ર ,મેડલ અને સાલ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોડૅના બનાસકાંઠ જિલ્લાના ઈસ્ટ ઝોનના કૉ.ઓડિનેટરશ્રી નીતાબેન ઠાકોરે કરેલ હતું, અને ગુજરાત રાજ્ય યોગ બોડૅના ઝોન કૉ.ઓડિનેટરશ્રી અજીતભાઈના માગૅદશૅન હેઠળ અને વેસ્ટ ઝોનના કૉ.ઓડિનેટરશ્રી દ્રુપતભાઈ સોની અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના યોગ કોચ સ્મિતાબેન વિષ્ણુભાઈ, ઈશ્વરભાઈ, તારાબા બારડ, દિપ્તીબેન ભાખરીયા યોગ ટ્રેનર પ્રિયંકાબેન , રવિભાઈ, અચૅનાબેન, અરવિંદભાઈ ડાભી, ચંન્દ્રકાન્તભાઈ, બિનાકાબેન, ચૌધરી રમીલાબેન અને સોશિયલ મીડિયાના કૉ.ઓડિનેટર પ્રજ્ઞાબેન , સમગ્ર ગુજરાત રાજ્ય યોગ બોડૅની બનાસકાંઠા જિલ્લાની યોગ કોચ અને યોગ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ઈસ્ટ વિભાગ કૉ.ઓડિનેટરશ્રી નીતાબેનની અથાગ મહેનતથી અને સમગ્ર ટીમના સાથ સહકારથી સમગ્ર કાર્યક્રમનુ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!