આણંદ મહિલા કર્મચારીઓ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ મહિલા કર્મચારીઓ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
તાહિર મેમણ – આણંદ – 10/03/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન તથા સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ સેનેટરી વિભાગ દ્વારા વિશ્વ મહિલા દિન ની ઉજવણી મનપાના સભાખંડ ખાતે કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ દ્વારા સંચાલિત આ કાર્યક્રમ માં સ્વચ્છતા, સ્વાસ્થ, મહિલાઓના કાયદા તેમજ મહિલાઓને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાઓને તેઓ દ્વારા કરવામાં આવતી કામગીરીને ધ્યાને લઈ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના એકાઉન્ટ શ્રી અંકિતાબેન બોઘરા સહિત મનપાના વિવિધ વિભાગના મહિલા અધિકારીઓ, કર્મચારીઓ, NULM- SHG ની બહેનો તેમજ UCD ના વિવિધ તાલીમવર્ગો ની બહેનો મળીને 100 ઉપરાંત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
****





